ગુરુવાર, 3 જાન્યુઆરી, 2013

બુધવાર, 1 ફેબ્રુઆરી, 2012

ગુજરાતનો ઇતિહાસ


ગુજરાતને પોતાનાં સંસ્‍કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ છે. એનો ઇતિહાસ પુરાતન છે. એની સંસ્‍કૃતિ સમૃદ્ધ છે. આરંભ પુરાણોમાં અને મહાકાવ્‍યોમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ પ્રદેશ તે આજનું ગુજરાત. આનર્તનો પુત્ર રેવત કુશસ્‍થલી (આધુનિક દ્વારિકા)નો શાસક હતો. ભગવાન શ્રી કૃષ્‍ણે કંસવધ પછી જરાસંઘ અને કાલયવન સાથે સંઘર્ષ કરી વ્રજ છોડીને સૌરાષ્‍ટ્રના સાગરતીરે વેરાન પડેલી જૂની રાજધાની કુશસ્‍થલીનો જીર્ણ દુર્ગ સમારાવી ત્‍યાં નવી નગરી વસાવી તે દ્વારકા, દ્વારિકા કે દ્વારામતી કહેવરાવી.
દ્વારકામાં શ્રીકૃષ્‍ણે યાદવોનું રાજ્ય સ્‍થાપ્‍યું. પણ પછી સત્તા, શક્તિ અને સંપત્તિથી પ્રમત્ત યાદવો વિલાસી થયા અને અંદરોઅંદર કપાઈ મર્યા – યાદવાસ્‍થળી રચાઈ. શ્રીકૃષ્‍ણનો પૌત્ર અને અનિરુદ્ધનો પુત્ર વાજ્ર, યાદવાસ્‍થળીમાંથી બચી ગયેલ એકમાત્ર યાદવ હતો. અર્જુને વાજ્રને મથુરાના શાસક તરીકે સ્‍થાપિત કર્યો અને આ રીતે સૌરાષ્‍ટ્રમાં યાદવકુળના શાસનનો અંત આવી ગયો.
  ગુજરાતનો પ્રાચીન યુગ 
  ભગવાન શ્રીકૃષ્‍ણની કથા પછી ગુજરાતના ઇતિહાસના પટ પર અંધારપટ છવાયેલો છે. ત્રણેક હજાર વર્ષના ગાળામાં શું બન્‍યું તે આધારિત કશી માહિતી પ્રાપ્‍ત નથી. ઈ.સ. પૂર્વે 319 માં મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્‍ત મૌર્યે ચક્રવર્તીત્‍વનો ધ્‍વજ ફરકાવ્‍યો. 
ગુજરાત – સૌરાષ્‍ટ્ર પણ તેના નેજા હેઠળ આવ્‍યાં.ચંદ્રગુપ્‍ત મૌર્યે પુષ્‍યમિત્ર નામના સૂબાની સૌરાષ્‍ટ્ર વિભાગમાં નિમણૂક કરી હતી. પુષ્‍યમિત્રનો શાસનકાળ ઈ. સ. પૂર્વે 294 સુધીનો હતો અને તેના સમયમાં ગિરિગર (સુદર્શન સરોવર પર) બંધ બંધાયો હતો.

જય જય ગરવી ગુજરાત



જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત; તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત - ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ- છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત. નદી તાપી નર્મદા જોય, મહી ને બીજી પણ જોય. વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર; પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર- સંપે સોયે સઉ જાત, જય જય ગરવી ગુજરાત. તે અણહિલવાડના રંગ, તે સિદ્ધ્રરાજ જયસિંગ. તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત ! શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત. જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. ************************

મંગળવાર, 31 જાન્યુઆરી, 2012

ગુજરાત સરકારના ખાતાઓ

કૃષિ અને સહકારી પ્રવૃત્તિ વિભાગ


શિક્ષણ વિભાગ


ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ 


નાણા વિભાગ


અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ


વન અને પર્યાવરણ વિભાગ


સામાન્ય વહિવટી વિભાગ


ગૃહ - વિભાગ


આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ


ઉદ્યોગ અને ખાણ વિભાગ


માહિતી વિભાગ


શ્રમ અને રોજગાર વિભાગ


કાયદા વિભાગ


વિધાનસભા અને સંસદીય કાર્ય વિભાગ


નર્મદા જળ સંસાધન જળ પૂર્વઠા અને કલ્પસર વિભાગ


પંચાયતો ગ્રામીણ આવાસ અને ગ્રામીણ નિવાસ વિભાગ


બંદરો અને પરિવહન વિભાગ


મહેસુલ વિભાગ


માર્ગ અને મકાન વિભાગ


ગ્રામીણ વિભાગ


વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ


સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ


રમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ


આદિવાસી વિકાસ વિભાગ


શહેરી વિકાસ વિભાગ


મહિલા અને બાળ વિકાસ વિભાગ

ગુરુવાર, 12 જાન્યુઆરી, 2012

ઉત્તરાયણ સ્પેશિયલ જાહેરખબરો

* કમ્પ્યુટરાઈઝ્ડ કિન્ના ર્સિવસ
 જર્મનીથી આયાત કરેલાં લેટેસ્ટ મશીનથી પતંગમાં કાણાં પાડી આપવામાં આવશે. પાકી બેવડી દોરીથી ઘેરબેઠા કિન્ના બંધાવો. કમ્પ્યુટરાઈઝ્ડ પતંગ બેલેન્સિંગ પણ કરી આપવામાં આવશે. અમારી કિન્ના બાંધેલા પતંગ ઓછી હવામાં ચગે છે અને વધારે હવામાં ફસકી પડતાં નથી.
  * ફીરકી પકડનાર
દરેક હાઈટનાં લેડીઝ તેમજ જેન્ટ્સ ટ્રેઈન્ડ ફીરકી પકડનાર સપ્લાય કરવામાં આવશે. પેચ દરમિયાન ફીરકી પકડનાર બીજે ક્યાંય ફાંફાં મારે કે ખણશે નહીં તેની કંપની ગેરંટી. અમારો સ્ટાફ પતંગ ચગાવનારની પાછળ પાછળ આખા ધાબામાં ફરશે, બૂમો પાડવામાં સાથ આપશે તેમજ પતંગ કપાતાં દોરી નીચે નમીને આજુબાજુના ધાબાવાળાને ખબર ન પડે તેમ ઝડપથી લપેટી લેશે. ‘બહુ તડકો છે’ કે ‘બહુ ઠંડી છે’ જેવાં બહાનાં કાઢી ચાલુ પેચે ભાગી નહીં જાય એની ગેરંટી.
  * એક પતંગ પર એકાવન પેચ
 ખાસ હિમાલયથી મગાવેલાં અશ્વગંધાનાં તાજાં લીલાં નાગોરી પાન દોરીની લૂગદીમાં નાંખો અને વિજયી થાવ. લખનૌના પપ્પુ ઉસ્તાદ અને રાયપુરના સિકંદર ઉસ્તાદની પહેલી પસંદ.
  * પતંગ લૂંટવા મેનપાવર
 શું તમને કિન્ના બાંધવાનો કંટાળો આવે છે? શું તમારા પતંગ જલદી જલદી કપાઈ જાય છે? ઘરનાં છોકરાં આળસુ છે? તમારે જરૂર છે તમારા પોતાના કહી શકાય એવા પતંગ લૂંટનારની. તમારા કપાયેલા પતંગ પાછા લાવવા, ઝાડમાં ફસાયેલા પતંગ કાઢી આપવા, દુશ્મનના પતંગ પર લંગસ નાખવા જેવી અનેકવિધ સેવાઓ માટે અમારા ટ્રેઈન્ડ ઈમ્પોર્ટેડ ઝંડાધારી માણસોની સેવા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મેળવો. પતંગ ફાટે નહીં તેની ગેરંટી.
  * જોઈએ છે
 સારું કમાતા આધેડ નિઃસંતાન ડાયવોર્સીને ફીરકી પકડનાર જોઈએ છે. જ્ઞાતિબાધ નથી.
  

સોમવાર, 2 જાન્યુઆરી, 2012

ગુજરાતી શાયરી






  • તારી આંખો માં મારું મુખડું રમે... મારી આંખો માં તારું મનડું રમે... તને એમ કે તારા પ્રેમ માં થાકી હારી બેસીશ હું... પણ ના ગાંડી... હાર્યો જુગારી તો બમણું રમે...

  • દુનિયા માં બેવફાઓ ની કમી નથી સૂરજ ને જ જોઈ લ્યો... આવે છે ઉષા સાથે, રહે છે કિરણ સાથે, અને, જાય છે સંધ્યા સાથે...

  • દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો, હિંમત ના હોય તો દોસ્તી ના કરજો, જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી, દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી

  • ના પૂછો મને કે મારી પ્રેમીકા શું ભણે છે ના પૂછો મને કે મારી પ્રેમીકા શું ભણે છે પ્રેમનું ગણિત મે શીખવાડ્યું અને દાખલા બીજા જોડે ગણે છે !

  • આંખો આંખો માં જ પ્રીત થાય છે, લાખો ની હાર-જીત થાય છે, મૌન પર ના જઈશ એ દોસ્ત, એમ પણ આપની વાત ચીત થાય છે….